સુરત: હીરાના કારખાનાના મેનેજેરે જ કરી રૂપિયા ૧ કરોડ ઉપરાંતની ઉઠાંતરી

New Update
સુરત: હીરાના કારખાનાના મેનેજેરે જ કરી રૂપિયા ૧ કરોડ ઉપરાંતની ઉઠાંતરી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતો મેનેજર ૧ કરોડના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો આ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતો મેનેજર ૧ કરોડના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે તો બીજી તરફ બનાવની જાણ થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

વરાછા કમલા એસ્ટેટ કોમ્પલેક્સના બીજા માળે જે મહેશ એન્ડ કુ.ના કારખાનામાં કામ કરતો ચીમનારામ ચતુરરામ થોરી ગત ૨૫ મીના રોજ હીરાના કારખાનામાંથી ૧૬.૧૦ કેરેટ તૈયાર હીરા તથા સેમી પ્રોસેસના રફ હીરા ૭૪૦.૯૮ કેરેટ મળી કુલ ૧ કરોડ ૮૫ હજાર ૭૮૦ના મતાની ચોરી કરી નાસી ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના અંગે મહેશભાઈ નાનજીભાઈ લાઠીયાએ ફરિયાદ નોંધવતાં પોલીસે સીસીટીવી મેળવવા સહિત ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. વધુમાં આરોપી છેલ્લા ત્રણ વર્ષથી હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતો હતો. હાલ પોલીસે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે

Latest Stories