New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-212.jpg)
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતો અભિષેક મણિકચંદ તિવારી ઉધના ત્રણ રસ્તા ખાતે દુકાન પર જ્યુસ પીવા માટે આવેલા અભિષેક ના શર્ટ પર મેલું નાખતા અભિષેક ના શરીરે ખજવાળ ઉભી થઇ હતી
અભિષેક મેલું સાફ કરવા શર્ટ ઉતારતા જ્યુસની દુકાન માં ખુરશી પર મૂકેલ રૂપિયા બે લાખ ભરેલી બેગ ગઠિયો નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. જ્યાં દુકાનના સીસીટીવી ચેક કરતા દુકાનમાં પહેલાથી બેસી રહેલ અજાણ્યો ગઠિયો રૂપિયા ભરેલ બેગ લઈ ફરાર થતા કેદ થયો હતો. હાલ ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કરી ગઠિયા ની શોધખોળ હાથ ધરી છે.
Latest Stories