/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-195.jpg)
સુરત પ્લાસ્ટિકની જેમ જ હાલની ઘડીએ ઔધોગિક એકમોમાં,ઘર વપરાશની ચીજ વસ્તુઓ અને બાંધકામ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતું સીરામીક પણ એટલું જ જોખમી સાબિત થઇ શકે છે.તેને જોતા સુરતના એક વિદ્યાર્થીએ નવતર પ્રયોગ કર્યો છે.જેમાં નકામા સીરામીકનો મહત્તમ ઉપયોગ કરીને નવા સીરામીક વાસણો તૈયાર કર્યા છે.
સીરામીકમાંથી બનતી વસ્તુઓનું રિસાયકાલિંગ કરી ફરી તેનો ઉપયોગ કરી શકાય તેની પાર સુરતના વિદ્યાર્થીને સફળતા મળી છે.ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં પ્લાસ્ટિક જેટલું જોખમી છે તેટલું જ હાલ સીરામીક બનતું જય રહ્યું છે.કારણકે સીરામીક માંથી બનતી વસ્તુઓમાં વેસ્ટ મટીરીયલ વધુ પ્રમાણમાં બને છે ને હાલ સુધી ભારતમાં તેનો કોઈ યોગ્ય ઉપયોગ થઇ શક્યો નથી.ત્યારે સુરતનાં વિદ્યાર્થીને શશાંક નિમકરને તેના સિરામિકના રિસાયક્લિંગમાં ખુબજ મોટી સાફલાત મળી છે.જી હા શાશંક નિમકર સુરતમાં ધો.૧૨ સુધી અભ્યાસ કરી પુના માંથી સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો હતો.
બાદમાં હાલ અમદાવાદ આવેલી નેશનલ ઇસ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે.જેના લાસ્ટ સેમેસ્ટરમાં શશાંકે ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ તરીકે સમાજ ઉપયોગી પ્રયોગ કરવાનું પસંદ કર્યું હતું.જે અંતર્ગત હાલમાં સીરામીક ઉદ્યોગની સ્થિતિ ,ઠેર ઠેર માઇનિંગ ,અને તેમાંથી નીકળતા નકામા ટુકડાનું કચરાનું દુષણ દૂર ડામવા માટે નકામા સિરામિક કચરાનું ટકાઉ રિસાયકાલિંગ વિષય પર સંશોધન કર્યું છે.જેમા છેલ્લા 6 મહિનાથી ભારે જહેમત બાદ શશાંકને ૭૦% રિસાયકાલ્ડ થયેલા સિરામિક ટુકડામાંથી ટકાઉ સામગ્રી બનાવામાં સફળતા સાંપડી છે.તેમજ ઉત્પાદન પ્રક્રિયા માટે વધુ સક્ષમ બનાવવા માટે આગળનું સંશોધન કરી રહ્યો છે.
ઉદ્યોગ કે પછી અન્ય ઉદ્યોગ ,કાઉ રકાબી ,ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં ઉપયોગમાં લેવાતા સીરામીકમાં એકવાર ઊંચા તાપમાને પ્રક્રિયા કર્યા બાદ કેટલોક ભાગ નકામો નીકળે છે.આ નકામા સીરામીક ટુકડાનું ભાગ્યેજ રિસાયકાલિંગ કરવામાં આવે છે.હાલ ઇન્ડિયામાં સિરામિક ઉદ્યોગમાં કેટલાક ઉદ્યોગો માત્ર ૨ થી ૧૦ %નો રિસાયકાલિંગમાં ઉપયોગ કરે છે.જોકે તેની સામે શશાંકે છેલા છ મહિનાની મહેનત બાદ ચોક્કસ પ્રક્રિયાને આધીન ૭૦% જેટલું નકામા સિરામિક ટુકડાનું રિસાયકાલિંગ કરી તેનો પુનઃ ઉપયોગ કરવામાં સફળતા મળી છે.અને મહત્વની વાત તો એ છે કે રિસાયક્લિંગ દ્વારા બનાવમાં આવેલી વસ્તુઓ પહેલા મટીરીયલ કરતા પણ વધુ મજબૂત અને વિશ્વાસુ બને છે.
જોકે મહત્વ પૂર્ણ છેકે હલના સીરામીક ઉધોગોની બહાર નકામા વેસ્ટ સીરામીકનો મોટો જથ્થો વગર ઉપયોગે પડ્યો રહે છે અને તેને ફેંકી દેવાતો હોય છે.ત્યારે સુરતના વિદ્યાર્થી શશાંકની મહેનતથી આ નકામા જથ્થાનો ૭૦% ફરી ઉપયોગ કરવામાં સફળતા મળતા પ્લાસ્ટિક ની જેમ ખતરા રૂપ સાબિત થતા સીરામીકનું વધતું દુષણ દૂર કરી શકાશે.