Connect Gujarat
Featured

સુરત: છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન

સુરત: છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા મહાન નગર પાલિકાના સહયોગથી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં છત્રપતિ શિવાજી મહારાજની 390મી જન્મ જયંતીની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરત શહેરમાં વિશેષ યોગદાન સાથે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી. છત્રપતિ શિવાજી રાજે ભોંસલે તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ શિવનેરી કિલ્લા ખાતે થયો હતો.

આ દિવસે દેશના અલગ-અલગ રાજ્યોમાં ધૂમધામથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા મહાનગર પાલિકાના સહયોગથી સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. સાથે જ સાંજે 7 કલાકે ભારતીય સવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાથી લઈ આવિર્ભાવ સોસાયટી સુધી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સુધી રેલી યોજવામાં આવશે.

Next Story