New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-183.jpg)
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષીય નરેન્દ્ર પાટીલ છેલા બે થી ત્રણ દિવસથી ૭ વર્ષીય બાળકીનો હાથ પકડી તેને ચોકલેટની લાલચ આપી ને છેડતી કરતો હતો. આજ રોજ ફરી પાંડેસરા નાગસેન નગર ખાતે બાળકીની છેડતી કરવા આવતા ત્યાંની સ્થાનિક મહિલાઓએ તેને ઝડપી પડ્યો હતો અને જાહેરમાં માર્યો હતો.
રોષે ભરાયેલ સ્થાનિક મહિલાઓએ યુવકને બરાબરનો જાહેરમાં જ મેથીપાક આપ્યો હતો અને સાથે રેલી પણ કાઢી હતી. આ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે છેડતી કરનાર નરેન્દ્ર પાટીલની ધરપકડ કરી તેના વિરૂધ છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories