/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/vlcsnap-2018-10-21-14h14m55s105.png)
સ્થાનિક લોકોએ બીજી બાળકીને 108ની મદદથી નવી સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરાઈ
સુરતના મગદલ્લા વિસ્તારમાં બે બાળકી રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. ટાંકીમાં પડી જવાના કારણે એક બાળકીનું મોત નિપજયું હતું. જયારે અન્ય બાળકીને સ્થાનિકોની મદદથી 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ બિહારના મુળ વતની અને નોકરીની શોધમાં આવેલો પરિવાર બે મહિનાથી સુરતના મગદલ્લા વિસ્તારમાં વસવાટ કરતો હતો. મગદલ્લા વિસ્તારમાં બે બાળકીઓ રમત રમી રહી હતી. દરમિયાન બંન્ને બાળકીઓ પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. ટાંકીમાં પડેલી બંન્ને બાળકીઓ પૈકી 9 વર્ષીય બાળકી સરસ્વતીનું ટાંકીના પાણીમાં ડુબી જવાના કારણે મોત નિપજયું હતું.
ઘટનાની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકો દ્વારા બીજી બાળકીને ટાકીમાંથી બહાર કાઢી હતી. 108ની ટીમને જાણ કરતા બાળકીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ સ્થાનિક પોલીસને પોલીસે પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે.