Connect Gujarat
ગુજરાત

સુરત: સમાનકામ સમાનવેતનની માંગ સાથે નવી સિવિલનાં નર્સ એસો. દ્વારા યોજાઈ રેલી

સુરત: સમાનકામ સમાનવેતનની માંગ સાથે નવી સિવિલનાં નર્સ એસો. દ્વારા યોજાઈ રેલી
X

પ્રાઇવેટ નર્સિંગ હોમ એકટ મુમેન્ટ ફોર્મ દ્વારા સરકાર સામે અભિયાન શરૂ કરવામાં આવશે.

સમાનકામ સમાનવેતનની રુલ્સ નર્સિંગ સ્ટાફ માટે લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે આજે નર્સ એસોસિએશન દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી સ્વરૂપે જોડાયેલાં તમામ નર્સિંગ સ્ટાફનાં સભ્યો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સુરતમાં ટ્રેઇન્ડ નર્સ અને અન ટ્રેઇન્ડ નર્સ નો વિવાદ ઉભો થયો છે. જેથી પ્રાઇવેટ નર્સિંગ હોમ ક્લીનિકલ પ્રેકટીસ એકટ અમલમાં લાવામાં આવે તેવી માંગ ઉઠી છે. અને અન ટ્રેઇન્ડ નર્સોનું દુષણ દૂર કરવાની પણ માંગ ઉઠી રહી છે. સમાનકામ સમાનવેતન નર્સમાટે લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે આજે નર્સ એસોસિએશન દ્વારા સિવિલ હોસ્પિટલથી વિશાલ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહેલું શોષણ દૂર થાય તે સમગ્ર મુદ્દાઓ ને લઈ મુખ્ય મંત્રી , આરોગ્ય મંત્રી ને પત્ર લખવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પ્રાઇવેટ હોસ્પિટલોમાં લગુત્તમ પગાર નર્સોને મળવો જોઈએ તેવી રજુઆત કરવામાં આવી છે. જે લગુત્તમ પગાર ધોરણ ૨૦ હજારથી વધુ હોવું જોઈએ. પ્રાઇવેટ નર્સિંગ હોમ એકટ મુમેન્ટ ફોર્મ સરકાર સામે અભિયાન શરૂ કરવામાં આવશે.આ તમામ કાયદાથી સમાજ ને ફાયદો થશે,દર્દી સહિત બે રોજગાર ટ્રેન્ડ નર્સોને રોજગારી મળશે તેવો સુર ઉઠવા પામ્યો છે.

Next Story