/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-396.jpg)
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને સુરતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો વરસાદના કારણે નીચાંણ વાળા વિસ્તારના પાણી ભરાઈ જવા પામ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરતમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. સિવિલ હોસ્પિટલના કેમ્સમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કોઝવેની સપાટી પણ વધી છે. હાલ કોઝવે ભયજનક સપાટી ૬ મીટર પર વહી રહ્યો છે. જેના કારણે વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરાયો છે.