/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-272.jpg)
રાજયમાં અમલી બનેલા ટ્રાફિકના નવા નિયમોના વિરૂધ્ધમાં કોંગ્રેસે સવિનય કાનુન ભંગ કરવા દાંડીથી સાબરમતી આશ્રમ સુધી કુચ યોજી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રીએ સુરતના ડુમસ રોડ પર આયોજીત દિવ્યાંગ બાળકો માટેના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સુરતમાં ડુમસ રોડની અવધ યુટોસપયા કલબ ખાતે દિવ્યાંગ રેમ્પ વોક યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના પત્ની,રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા,સુરત કલેક્ટર ડો ધવલ પટેલ,મનપાના કમિશનર બચ્ચાનિધિ પાની સુરતના પૂર્વ પોલીસ કમિશનર સતીશ શર્મા સહિત સુરતના ઉદ્યોગકારોએ દિવ્યાંગ બાળકો સાથે રેમ્પ વોક કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ દ્વારા આયોજિત હેલ્મેટ વગર બાઈક પર નીકળેલ દાંડી યાત્રાને લઇ નિવેદન આપ્યું હતું કે એક તરફ કોંગ્રેસ દ્વારા ગાંધીજીની વાત કરવામાં આવે છે. બીજી તરફ કોંગ્રેસ નિયમ પાળતી નથી . કોંગ્રેસ હાર પછી હતાશામાં છે. એક તરફ ગાંધી માટે કઈ કરવાની માનસિકતા નથી અને ગાંધીજીને લગતાં કાર્યક્રમો કરી રાજકારણ કરે છે.