Connect Gujarat
ગુજરાત

સુરતઃ જમીન કૌભાંડ મામલે MLA સહિત 14 સામે નોંધાયી હતી ફરિયાદ, એકની ધરપકડ

સુરતઃ જમીન કૌભાંડ મામલે MLA સહિત 14 સામે નોંધાયી હતી ફરિયાદ, એકની ધરપકડ
X

ગોડાદરાની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી તેના પર સોસાયટી બનાવી દેતાં થયો હતો વિવાદ

કરંજ વિસ્તારનાં ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિત 14 લોકો સામે ગોડાદરાની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સંદર્ભે એપ્રિલ 2017 માં લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ઝીણવટભરી તપાસ કરતાં અંતે સીઆઇડી ક્રાઇમની ટીમે 14માંથી એક ખેડૂત તરીકે ખોટી સહી કરનારા ચંપક લાડની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઈમે વઝધુ તપાસ માટે ઝડપાયેલા શખ્સનાં એક દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે.

ગોડદરામાં રહેતા ઉષાબહેન ગોપાલભાઈ લાડે એપ્રિલ 2017માં લિંબાત પોલીસ મથકમાં ભાજપનાં ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિત 14 સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા ગોપાલભાઈ, કાકા ઠાકોરભાઇની માલિકીની ગોડાદરા રેવન્યુ સરવે નં. 139-3, બ્લોક નં. 139ની જમીન આ બંનેના અવસાન બાદ બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી હડપ કરી લેવામાં આવી છે. અને તે જગ્યામાં ખોડિયારનગર સોસાયટી ઊભી કરી દીધી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 21-10-1995એ ગોપાલભાઈનું, તા. 23-9-2003એ ઠાકોરભાઇનું અવસાન થયું હતું. ત્યાર પછી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કરોડોની કિંમતની જમીન હડપ કરી લીધી હતી. પોતાનો કબજો ન હોવા છતાં તમામ આરોપીઓએ કબજો મેળવી લઈ તેના પર ખોડિયારનગર સોસાયટી પણ ઊભી કરી દીધી હતી. ગુનામાં સીઆઇડી ક્રાઇમની ટીમે ખેડૂત ચંપક કલ્યાણ લાડની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા 1 દિવસના મંજૂર થયા છે. જમીનના દસ્તાવેજોમાં ખેડૂત તરીકેની બોગસ સહી કરી હતી તેમ તપાસનીશ અધિકારી સીઆઇડી ક્રાઇમના પોઈ ભાર્ગવ પંડ્યાએ કહ્યું હતું.

Next Story