સુરત : શહેરમાં કોરોના વેકસીનના સર્વેની કામગીરી અટકી, જુઓ શું છે કારણ

New Update
સુરત : શહેરમાં કોરોના વેકસીનના સર્વેની કામગીરી અટકી, જુઓ શું છે કારણ

રાજયમાં સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓ સંદર્ભમાં હડતાળ પર ઉતરી રહયાં છે ત્યારે હવે સુરતમાં કોરોના વેકસીનેશનનું સર્વે કરતાં હેલ્થ વર્કરોનો પગાર નહિ થતાં તેઓ પણ અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે.

સુરતના નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેકસીનેશનનો ડોર ટુ ડોર સર્વે કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. અંદાજીત 200 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતાં વેકસીનેશનના સર્વેની કામગીરી પર અસર પડી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વેકસીનેશન માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરનારા કર્મીઓને દર મહિને 12 હજાર રૂપિયા પગાર આપવાનું નકકી કરવામાં આવ્યું છે. જોકે કર્મચારીઓએ આક્ષેપ કર્યા હતા કે બે મહિના થી અમને પગાર મળ્યો જ નથી અને આપ્યો છે તો ટુકડે ટુકડે થોડા ઘણા રૂપિયા આપ્યા છે.

મહત્વ નું છે કે કોરોના જેવી મહામારીમાં કર્મચારીઓએ ખભે ખભો મિલાવી પોતાની ફરજ બજાવી હતી. જોકે કર્મચારીઓને સમયસર પગાર નહીં મળતા આજરોજ 200 જેટલા કર્મચારીઓ નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિરોધ પર ઉતરી આવ્યાં હતા…સુરતના હીરાબાગ ,વરાછા ,સરથાણા વગેરે હેલ્થ સેન્ટરના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. જયાં સુધી સમયસર પગાર અંગેની ખાતરી નહિ મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories