સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલ સામે થઈ આચાર સહિતા ભંગની ફરિયાદ

New Update
સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલ સામે થઈ આચાર સહિતા ભંગની ફરિયાદ

સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલ સામે આચાર સહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે ફેસબુક પર સેનાના ફોટા અને પી.એમ. મોદીના ફોટા મૂકી લખાણ લખતા સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વ્રારા કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી છે.

સુરતમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા ગતરાત્રીના સમયે ફેસબુક પર એક પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી જેમાં પી.એમ. મોદી અને સેના સાથે લખાણ લખવામાં આવ્યું હતું જેના કારણે સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલ દ્વારા કલેકટરમાં આચાર સહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે ચુંટણીપંચે સ્પષ્ટપણે કીધું હતું કે કોઈ પણ રાજકીય પાર્ટીએ ચુંટણી પ્રચારમાં સેનાના ફોટાનો ઉપયોગ નહી કરવો ત્યારે સુરતમાં સાંસદ સી.આર.પાટીલે ફેસબુક પર પોસ્ટ કરતા વિવાદ ઉભો થયો છે.

કોર્પોરેટર અસલમ સાયકલ વાળાએ જણાવ્યું હતું કે સાંસદ સી.આર.પાટીલ પોતાનું જાતને બાહુબલી સમજે છે તેઓ કાયદાને ખિસ્સામાં લઈને ફરે છે આ સંદર્ભે કોર્પોરેટરે રાત્રીના જ સમયે વોટ્સ અપ અને ઈમેલ મારફતે ફરિયાદ કરી છે સાથે ચુંટણીપચમાં ફરિયાદ કરવામાં આવી છે આખરે આ વિવાદ ઉભો થતા સાંસદ દ્વારા આ પોસ્ટ ડીલીટ મરવામાં આવી હતી જો કે તેની ફોરેન્સિક તપાસની માંગ પણ કોર્પોરેટર દ્વ્રારા કરવામાં આવી છે.

Latest Stories