સોશ્યલ મીડિયામાં ફોટા સાથે બીભત્સ કોમેન્ટ લખનાર ઇસમની ધરપકડ કરતી સાયબર ક્રાઈમ

New Update
સોશ્યલ મીડિયામાં ફોટા સાથે બીભત્સ કોમેન્ટ લખનાર ઇસમની ધરપકડ કરતી સાયબર ક્રાઈમ

સુરતની સાયબર ક્રાઈમે સોશ્યલ મીડિયામાં ફોટા સાથે બીભત્સ કોમેન્ટ લખનાર એક ઇસમની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી યુવતીના ફોટોની નીચે બિભત્સ ફોટો મૂકી એ ફોટો વાયરલ કરવાની ધમકી આપનારાને સાઇબર ક્રાઇમની ટીમે પકડી પાડ્યો છે. જેની પાસેથી પોલીસે એક મોબાઇલ કબજે કર્યો. એ મોબાઇલ જોઇ પોલીસ પણ ચોંકી ગઈ કારણ કે એ મોબાઇલમાં 200 જેટલી યુવતીના ફોટો હાથ લાગ્યા હતા. સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં એક યુવતીએ ગુનો નોંધાવ્યો હતો.

જેમાં પોતાનો ફોટો ફેક આઇડી મારફતે એક બિભત્સ ફોટા સાથે આવ્યો. જેમાં અન્ય ફોટાની માગણી કરવામાં આવી હતી અને જો ફોટો ન મોકલે તો બિભત્સ ફોટા સાથેની કૉમેન્ટ વાયરલ કરવાની ધમકી આપતો હતો. સાઇબર ક્રાઇમની ટીમે જગદીશ પ્રકાશ મકવાણા (ઉ.વ.20, રહેઃ ખાંભડા ગામ, જિ. બોટાદ)ને પકડી પાડ્યો છે. વધુમાં ઝડપાયેલો આરોપી વિદ્યાર્થી છે હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories