/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-344.jpg)
સુરતના ડીંડોલી વિસ્તારમાં નવાગામ ચોકી પાસેથી આઈસર ટ્રકમાં લઇ જવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. યાર્ન ના બોબીન બોક્સ ની આડમાં દારૂની હેરાફેરી થઇ રહી હતી. પોલીસે આ ઘટનામાં ડ્રાઈવર અને કલીનરની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે. પરંતુ સુરતમાં આ કાયદો માત્ર એક કહાવત બની ગઇ છે. કારણ કે અનેક વિસ્તારોમાં હજુ પણ દારૂના અડ્ડાઓ બેફામ ધમધમી રહ્યા છે. ત્યારે ડીંડોલી પોલીસને આવા જ એક દારૂના હેરાફેરીના નેટવર્કનો પરદાફાશ કરવામાં સફળતા મળી છે. ડીંડોલી પોલીસે બાતમીના આધારે નવાગામ ચોકી પાસેથી GJ 05 BY 1370 નંબરનો આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા યાર્ન ના બોબીબ વચ્ચે સંતાડવામાં આવેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ડ્રાયવર સહિત ક્લીનર ની અટકાયત કરી છે અને આ દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.