• સુરતની સુમુલ ડેરીનો માસ્ટરસ્ટ્રોક

  • પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય

  • પ્રતિ કિલોફેટે રૂ.120 બોનસની કરી જાહેરાત

  • સુમુલ ડેરી ચૂકવશે હવે પ્રતિ કિલોફેટે રૂ.1020

  • ગુજરાતમાં સૌથી વધુ ભાવનો દાવો

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે.

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે.સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટે 120 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના આશરે અઢી લાખ પશુપાલકો સીધો આર્થિક ફાયદો થશે.

સુમુલ ડેરીના તંત્રએ દાવો કર્યો છે કે પ્રતિ કિલોફેટે 1020 રૂપિયાનો આ ભાવ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે.આ જાહેરાતને સુમુલના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે પણ સહર્ષ આવકારી છે અને પશુપાલકો માટે આને મોટી આર્થિક રાહત ગણાવી છે. મોંઘવારીના જમાનામાં જ્યારે પશુ આહારના ભાવ વધી રહ્યા છેત્યારે સુમુલના આ નિર્ણયથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લાખો પરિવારોના ઘરમાં સમૃદ્ધિ આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.