/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-5.jpg)
સુરત ના કોસાડ વિસ્તારમાં સ્પેશિયલ ૨૬ ફિલ્મની જેમ નકલી ઇન્કમટેક્ષ અધિકારી બનીને લોકો પાસે પૈસા પડાવવાની કોશીશ કરી રહેલી બે મહિલા સહિત પાંચને પોલિસે ઝડપી પડ્યા હતા.
સુરત ના અમરોલી પોલીસ મથક માં ઉભેલા આ શકશો હિન્દી ફિલ્મ સ્પેસયલ ૨૬ની જેમ નકલી ઇનકામટેક્ષ અધિકારી બનીને શહેરના અમરોલી અને કોસાડ ગામ વિસ્તારમાં લોકો પાસે પૈસા ઉઘરાવવાની કોશિશ કરતા હતા. બે મહિલાઓ અને ત્રણ પુરુષો કોસાડ ગામ માં ફરિયાદીના ઘરે નકલી આઇટી અધિકારી બની ને રેડ કરવા ગયા હતા.
આરોપીઓમાં ફરિયાદીના પિતરાઈ ભાઈ પણ ઘર કા ભેદી લંકા ધાયે જેવી સ્થિતિ હતી. ફરિયાદી ને શંકા જતા તેમને આઇટી અધિકારી બનીને આવેલા બે મહિલા અને ત્રણ પુરૂષોના આઈકાર્ડ માંગતા ભંડો ફૂટ્યો હતો. નકલી અધિકારી બન્યા હોવાથી તેમની પાસે આઈકાર્ડ નહીં હોવાથી ગામવાસીઓએ તમામ આરોપીઓને પકડી મેથીપાક આપ્યો હતો. અને તમામને પોલીસના હવાલે કરી દીધા હતા.જેમાં પોલીસે ગીતાબેન ઠક્કર, શીતલ ધમેચની, પ્રેમ ઠક્કર, આશિષ અને કમલેશ નામના આરોપીઓ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.