Connect Gujarat
ગુજરાત

સુરત : ખેડૂતના હિતમાં નિર્ણય, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. ૧૦૦ના જંત્રી ભાવ સામે હવે મળશે રૂ. ૭૦૮

સુરત : ખેડૂતના હિતમાં નિર્ણય, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. ૧૦૦ના જંત્રી ભાવ સામે હવે મળશે રૂ. ૭૦૮
X

સુરત બુલેટ ટ્રેનની મંદગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તે માટે રાજય સરકારે મહત્વનું પગલું ભર્યુ છે. જેમાં સુરત જીલ્લાના 3 તાલુકામાં જંત્રીના ભાવમાં ૭ ગણો વધારો કરવામાં આવ્યો છે. મહેસુલી વિભાગ દ્વારા રૂપિયા ૧૦૦નો જંત્રીનો ભાવ રૂપિયા ૭૦૮ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને શરુઆતથી જ ગ્રહણ નડ્યું હતું. સુરત સહિત નવસારી અને મહારાષ્ટ્રના જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી જમીન આપવા ઇન્કાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ તો સર્વેની કામગીરી અટકાવી ન્યાય માટે કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ખેડૂતોની વાત કરીએ તો પ્રતિ ચોરસ મીટરે જંત્રીનો ભાવ રૂપિયા ૧૦૦થી પણ ઓછો છે.

જેને કારણે ખેડૂતોને બજાર ભાવ કરતા ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો હતો. જેના કારણે ખેડૂતો દ્વારા અગાઉ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેનમાં ફાયનાન્સ કરનાર ઝીંકા કંપનીના અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદન પત્ર પણ પાઠવાયું હતું. દરમ્યાન રૂપિયા ૧૦૦થી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેક્ટર ડો. ધવલ પટેલની અધ્યક્ષતામાં એક કમિટિની રચના પણ કરવામાં આવી હતી.

આ કમિટી દ્વારા સર્વે કરાવી ખેડૂતોને વધુ ભાવ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કલેક્ટર દ્વારા આ અંગે મહેસુલી મંત્રી સાથે એક બેઠકનુ આયોજન કરી ખેડુતોની સ્થિતિ અંગેનો ચિતાર આપ્યો હતો. આખરે મહેસુલી મંત્રી દ્વારા જંત્રીના વધુ ભાવને લીલીઝંડી આપી દેવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

કારણે ખેડૂતોને બજાર ભાવ કરતા ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો હતો. જેના કારણે ખેડૂતો દ્વારા અગાઉ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેનમાં ફાયનાન્સ કરનાર ઝીંકા કંપનીના અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદન પત્ર પણ પાઠવાયું હતું. દરમ્યાન રૂપિયા ૧૦૦થી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેક્ટર ડો. ધવલ પટેલની અધ્યક્ષતામાં એક કમિટિની રચના પણ કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા સર્વે કરાવી ખેડૂતોને વધુ ભાવ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કલેક્ટર દ્વારા આ અંગે મહેસુલી મંત્રી સાથે એક બેઠકનુ આયોજન કરી ખેડુતોની સ્થિતિ અંગેનો ચિતાર આપ્યો હતો. આખરે મહેસુલી મંત્રી દ્વારા જંત્રીના વધુ ભાવને લીલીઝંડી આપી દેવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Next Story