-
કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટનાથી ચકચાર
-
પરિવાર સૂતો હતો તે દરમ્યાન દુષ્કર્મનો બનાવ
-
એક નરાધમે દુષ્કર્મ આચર્યું, બીજો મદદગારી કરતો
-
સમગ્ર મામલે પીડિતાના પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ
-
પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ આદરી
જુનાગઢ : સગીરા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર 2 નરાધમોની કેશોદ પોલીસે ધરપકડ કરી…
જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત | સમાચાર
જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર 2 નરાધમો દ્વારા દુષ્કર્મ ગુજારાયો હોવાની ઘટના સામે આવી છે. ગત તા. 1 જુલાઈ-2025ના રોજ કેશોદ પોલીસ મથકમાં સગીરાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા બન્ને નરાધમોએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાનો પરિવાર રાત્રિ દરમ્યાન સુતો હતો, ત્યારે બન્ને આરોપીઓએ સગીરાને રૂમમાં ગોંધી રાખી હતી. જેમાં આરોપી હનીફ સિડાએ દુષ્કર્મ ગુજાર્યુ હતું, અને બીજો આરોપી મદદગારીમાં હતો. જોકે, પરિવારને ખ્યાલ આવતા બન્ને આરોપી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે આરોપી હનીફ કાસમ સીડા અને આયુષ હાસમ બુરબાન વિરુદ્ધ એટ્રોસિટી, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.
