સુરત: જુઓ, ધુમ્મસ ભર્યા વાતાવરણમાં સમગ્ર શહેર કેવા હિલ સ્ટેશન જેવુ બન્યું..!

0

સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડીનું પ્રમાણ વધ્યું હતું.

દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, ત્યારે સમગ્ર સુરત શહેર ઉપર ધુમ્મસની ચાદર પથરાઈ હતી. શિયાળની સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં હિલ સ્ટેશન જેવો માહોલ ઉભો થયો હતો. શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થતાં અંધારપટ સર્જાયો હતો. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે કમોમોસમી વરસાદ પડે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here