/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-68.jpg)
હાત્મા ગાંધીજીના પૌંત્રવધુ શિવાબેન ગાંધી એ દિવયાંગો માટે સ્થાપેલા ચેરીટી ટ્રસ્ટની નોંધણી માટે કરેલા ચાર પાંચ મહિનાના નિષ્ફળ પ્રયત્નો બાદ ૯૨ વરસના શિવાબહેન જાતે બહુમાળી બી બ્લોકના બીજા માળે જઇ રજુઆત કરી હતી અધિકારીઓ દ્વારા કામગીરી નહીં કરવામાં આવતા ગાંધીજીના પૌત્રવધુ પણ પરેશાન થઈ ગયા હતા.
સુરતના નાનપુરા ખાતે આવેલી બહુમાળી બિલ્ડીંગમાં ચેરિટી ટ્રસ્ટની નોંધણી કરાવવા માટે ગાંધીજીના પૌત્રવધુ શિવાબેન ગાંધીએ પણ ધરામધક્કા ખાવા પડી રહ્યા છે. ચેરિટી કમિશનરના ઉદ્ધત અને અકળાવનારા વર્તન ને કારણે પોતાની મૂડી સેવા કાર્યમાં સમર્પિત કરનાર વયોવૃદ્ધની અવહેલના માટે સરકારી તંત્ર કેટલું બધુ નિષ્ઠુર રહે છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. ચેરિટી ટ્રસ્ટની નોંધણી કરાવવામાટે ગાંધીજીના પૌત્રવધુએ જ આ પ્રકારે અધિકારીઓને કાકલૂદી કરવી પડતી હોય તો સામાન્ય જનતાની તો વાત જ શું કરવી.. જુઓ શિવાબેન શું કહી રહ્યા છે.
દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા ગાંધીજીના પૌત્રવધુએ પણ ચેરિટી ટ્રસ્ટ દ્વારા સમાજ સેવા કરવા માટે ભ્રષ્ટ તંત્ર ના અધિકારીઓ સામે કાકલૂદી કરવી પડી રહી છે. વયોવૃદ્ધ હોવા છતાં તેમને આ પ્રકારે ધરામધક્કા ખાવા પડે એ જ તંત્રની ઉદાસીન કામગીરી નું ઉત્તમ ઉદાહરણ છે.