New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-254.jpg)
સુરતના અડાજણ સ્થિત આવેલા સરદાર બ્રિજ પરથી એક યુવતીએ આત્મહત્યાની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી હતી. જો કે આ યુવતીને સ્થાનિક માછીમારોએ બચાવી લઈ તેને ૧૦૮ ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સરદાર બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. આ બનાવની જાણ થતા જ સ્થાનિક માછીમારો દોડી આવ્યા હતા અને યુવતીને ડૂબતી બચાવી લીધી હતી.જો કે આમ પણ તાપી નદીમાં પાણી ઓછું હોવાના કારણે છ્લાંગ લગાવનાર યુવતીનો બચાવ થયો હતો. હાલમાં તો લોકોએ આ યુવતીને ૧૦૮ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી છે. આ ઘટનામાં યુવતીનો તેના પરિવાર સાથે ઝગડો થતા તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Latest Stories