સુરત : અધ્યાપકો એક સપ્તાહ સુધી પહેરશે કાળા વસ્ત્રો, જુઓ શું છે કારણ

0
81

રાજયભરની સરકારી પોલીટેકનીક કોલેજોના આધ્યાપકોએ સાતમા પગારપંચનો લાભ આપવાની માંગ સાથે આંદોલનનું રણશિંગુ ફુકી દીધું છે. સુરતમાં પણ આધ્યાપકોએ કાળા વસ્ત્રો પહેરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતની સરકારી પોલીટેકનીક કોલેજના આધ્યાપકો પણ રાજયવ્યાપી વિરોધ પ્રર્દશનમાં જોડાયાં છે. આધ્યાપકો સરકાર પાસે સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે તેવી માંગણી કરી રહયાં છે. રાજય સરકારે વર્ગ -1 થી 4 સુધીના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપી દીધો છે પણ સરકારી પોલીટેકનીક કોલેજોના આધ્યાપકોને હજી તેનો લાભ આપવામાં આવ્યો નથી. સરકાર વહેલી તકે તેમની માંગણીઓ સંતોષે તેવી માંગ સાથે આધ્યાપકોએ એક સપ્તાહ સુધી કાળા વસ્ત્રો ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવાનું નકકી કર્યું છે. જેના ભાગરૂપે સુરતની પોલીટેકનીક કોલેજમાં આધ્યાપકો કાળા વસ્ત્રો ધારણ કરીને આવ્યાં હતાં. જો કે અધ્યાપકોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હોવાથી વિદ્યાર્થીઓને રાહત સાંપડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here