સુરત શહેરમાં પડ્યો 2 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

New Update
સુરત શહેરમાં પડ્યો 2 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

છેલ્લા બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાત વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરત શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં અને વરાછા વિસ્તારમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે પાલનપુર પાટીયા, કતારગામ, વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા.

સુરતના સેન્ટ્રલ ઝોનમાં 56 મિમિ, વરાછામાં 55 મિમિ, રાંદેરમાં 41 મિમિ, કતારગામમાં 29 મિમિ, અઠવામાં 14 મિમિ અને લિંબાયતમાં 10 મિમિ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના ચોર્યાસીમાં 15 મિમિ અને કામરેજમાં 6 મિમિ વરસાદ નોંધાયો હતો. વરાછા વિસ્તારમાં 2 ઈંચથી વધુ વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા. તો 2 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા ગાયત્રી, બરોડા પ્રિસ્ટેજ, કતારગામ ગરનાળા, પાલનપુર પાટીયા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

સતત બીજા દિવસે સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો હતો. બે દિવસ શહેરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં વરાછા, અડાજણ, કતારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક મહિનામાં જ 9 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો.

Latest Stories