/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-216.jpg)
સુરતના કાપોદ્રામાં આવેલી જવેલર્સમાં એક વર્ષ અગાઉ ૮૨ લાખની ચોરીની ઘટના બની હતી આ ઘટનામાં પોલીસે અગાઉ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા એક વધુ એક ઈસમને ડીસીબી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી જોગી જવેલર્સમાં ૧ વર્ષ અગાઉ ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરો દુકાનમાં બાકોરું પાડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાં સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ ૮૨ લાખ ૪૩ હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડતો થઇ ગયો હતો. તે સમયે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
જયારે વધુ એક આરોપીને ૧ વર્ષ બાદ પકડવામાં ડીસીબી પોલીસને સફળતા મળી છે આ ઘટનામાં ડીસીબી પોલીસે બાતમીના આધારે રમેશ દેવરામ પ્રેમજી ચૌધરી નામના ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ત્રણ પ્લેટ સોનાની લંગડીઓ, ૨૬૬૩ ગ્રામ ચાંદીના દાગીના એક મોબાઈલ મળી કુલ ૨૫.૭૯ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલ આરોપીની પોલીસે પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું આ ઘટનામાં અગાઉ કાપોદ્રા પોલીસ મથકમાં તેનો ભાઈ જેસારામ ઉર્ફે જે.ડી. પકડાઈ ચુક્યો છે અને તે દાગીના તેના વતન આપી ગયો હતો પરંતુ પોલીસનું દબાણ હોવાથી તે દાગીના સાચવીને બેઠો હતો અને આખરે સુરતમાં તે વેચવા નીકળતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો વધુમાં ઝડપાયેલો આરોપી સુરતમાં જ રહેતો અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.
હાલ ડીસીબી પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલી કાઢી તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.