Connect Gujarat
ગુજરાત

સુરતના કતારગામમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ અને અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી

સુરતના કતારગામમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ અને અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી
X

  • આરોપીએ બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કર્યા
  • આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવીને બાળકીઓને પોતાના પાસે બોલાવી હતી
  • આરોપીને કતારગામ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ ચિંતાનો વિષય છે. આરોપીઓને જાણે પોલીસ કે કાયદાનો ભય રહ્યો ના હોય તેમ એક પછી એક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. હાલ સુરતના કતારગામમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ અને અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કર્યા હતા. સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના કતારગામમાં દુષ્કર્મ અને અડપલાનો કેસ સામે આવતા વિસ્તારમાં અરેરાટી વ્પાપી ગઇ છે. સુરતના કતારગામમાં બે બાળકીઓને બાજુમાં રહેતા આરોપી શિવ શંકર શિવા નામના વ્યક્તિએ મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કરતા ચકચાર મચી જવા પામી હતી. આરોપીના મગજમાં કામનાનો ક્રિડા સળવળતા પડોશમાં રેહતી બે બાળકીઓને શિકાર બનાવી હતી. આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવીને બાળકીઓને પોતાના પાસે બોલાવી હતી, અને પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી દુષ્કર્મ અને અડપલાં કર્યા હતા. આ ઘટનાને પગલે કતારગામ પોલીસે આરોપી શિવ શંકર શિવા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને નરાધમ આરોપીને કતારગામ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story