Connect Gujarat
Featured

સુરત : ટોળે વળેલા લોકોને ઠપકો આપવાનું રિક્ષાચાલકને પડ્યું ભારે, જુઓ શું બની ઘટના

સુરત : ટોળે વળેલા લોકોને ઠપકો આપવાનું રિક્ષાચાલકને પડ્યું ભારે, જુઓ શું બની ઘટના
X

સુરતના ઉન વિસ્તારમાં આવેલ ભીંડી બજારમાં માથાભારે ઇસમોએ રિક્ષા ચાલક પર હુમલો કરી રિક્ષાની તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે સમગ્ર મામલે સચિન જીઆઇડીસી પોલીસે હુમલો કરનાર પૈકી 5 લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, ગત રોજ સાંજના સમયે ઉન પાટીયા વિસ્તારમાં રહેતો રિક્ષા ચાલક અખલાક ઉર્ફે પિન્ટુ ઇશામુ ખટીક ઓટો રિક્ષા લઇ ભીંડી બજાર રઝા ચોક પાસેથી પસાર થઇ રહ્યો હતો, તે દરમ્યાન ભીંડી બજારમાં આવેલ હુશેનીયા મસ્જીદ નજીક કેટલાક ઇસમો ટોળું વળીને બેઠા હતા. જેથી રિક્ષા ચાલકે તેઓને ઠપકો આપતા કહ્યું હતું કે, હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને તમે આવી રીતે ટોળે વળીને બેસો નહીં, ત્યારે આસીફ નામનો ઇસમ રિક્ષા ચાલક અખલાકને અપશબ્દો બોલી રિક્ષાની પાછળ લાકડાનો ફટકો લઇને દોડ્યો હતો, ત્યારે રિક્ષા ચાલકે પોતાનો જીવ બચાવવા માટે રિક્ષા પુરઝડપે હંકારી હતી. પરંતુ આગળ રસ્તો બંધ હોવાથી તે રિક્ષા ત્યાં જ મુકી નાસી છૂટ્યો હતો.

સમગ્ર બનાવની જાણ સચિન જીઆઈડીસી પોલીસ મથકે થતાં મહિલા પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે આસીફ ઉર્ફે પચ્ચીસ શમશુદ્દીન શેખ સહિત 10થી 12 લોકો ટોળે વળીને બેઠા હતા. જે પૈકી પોલીસે ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધી 5 જેટલા માથાભારે ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story