/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-137.jpg)
સુરત, કોલકાતા, વારાણસીમાં અલગ-અલગ ફર્મના નામે દુકાનો શુરૂ કરીને વ્યાપારીઓ પાસેથી ઉધારમાં કાપડ ખરીદીને તેમને રૂપિયા નહીં ચુકવીને કરોડો રૂપિયામાં ઉઠમણું કરનાર ઠગ વ્યાપારીઓની ટોળકી પૈકી બે જણાને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી 500 વિઝિટિંગ કાર્ડ, બે પાન કાર્ડ અને ઈલેક્શન કાર્ડ મળ્યા હતા. આ ઉપરાંત 12 જી.એસ.ટી.સર્ટિ, ચેકબુક મળી છે.
સુરતની સલાબતપુરા પોલીસને કાપડ વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે આરોપીની મોડેસ ઓપરેન્ડી વિષે વાત કરીએ તો આરોપીઓએ ઇન્ડિયા માર્કેટમાં શ્રીરાજાગણપતિ ટ્રેડિંગ ટ્રેડિંગ એન્ડ એજન્સી નામથી વેપાર શરૂ કરી વેપારીઓ પાસે ઉધારમાં કાપડ ખરીદીને 3 કરોડ રૂપિયા ચુકવ્યા ન હતા. તેમની સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બાતમીના આધારે ઉધનાંથી બાલામુરગન ચેટ્ટી, શ્રીનિવાસ ઉર્ફ વાસુ નારાયણ ચંદ્રૈયા દાસરીની ધરપકડ કરી છે. આરોપીઓ હાલમાં રીમાન્ડ પર છે. આરોપીઓએ 2015-16માં કોલકાતામાં શામ ટ્રેડર્સના નામે વેપાર શરૂ કરી વેપારીઓ પાસે ઉધારમાં કપડા ખરીદીને 30 લાખ રૂપિયા ચુકવ્યા નહતા. વારાણસીમાં કે.કે. ટ્રેડર્સના નામથી વ્યાપાર શુરી કરીને લોકો પાસેથી ઉધારમાં કાપડ ખરીદીને 10 લાખ રૂપિયા ચુકવ્યા નહતા. 2013માં સુરતમાં 70 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સુરતમાં ઉધારમાં ખરીદેલો માટે તામિલનાડુમાં તેમના સહ આરોપી મુર્ગેશ સુખદેવ,મગેશ વિનોદ નગેરે સસ્તામાં વેચી નાખતા હતા.
બાલામુરગન ચેટ્ટી, શ્રીનિવાસ ઉર્ફ વાસુ નારાયણ ચંદ્રૈયા દાસરી ઝડપાયેલા આરોપીઓ તામિલનાડુના સહ આરોપીઓ સાથે મળી ત્યાંથી ડ્યુપ્લિકેટ વેપારી સુરત લાવીને સુરતના વ્યાપારીઓ પાસેથી ઉધારમાં માલ અપાવે છે. શરૂમાં પેમેન્ટ સમયપર અપાવી દેતા હતા. આવી રીતે વેપારીઓનો વિશ્વાસ જીતીને પોતે અહીં દુકાન શરુ કરી વેપાર કરતા હતા. ત્યાર પછી અહીંના વેપારીઓ પાસેથી ઉધારમાં માલ ખરીદીને તામિલનાડુમાં ઉભી કરેલ બોગસ ફર્મના નામે મોકલી આપતા હતા. ત્યાર બાદ તામિલનાડુમાં બર્ગુરમાં 40 ટકા ભાવે વેચી નાખતા હતા. બર્ગુરમાં વેપારી સસ્તો માલ ખરીદવા માટે લાઈનમાં ઉભા રહેતા હતા.
હાલ પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કેટલા ઈસમો સામેલ છે તે દિશામાં તપાસ શરુ કરી છે અને આરોપીઓને અન્ય કેટલા વેપારીઓને તેઓનો શિકાર બનાવ્યા છે તે પણ તપાસ શરુ કરી છે.