સુરત : ચપ્પુની અણીએ લૂંટ કરતી ગેંગના 3 શખ્સો ઝડપાયા, કડોદરા પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત

New Update
સુરત : ચપ્પુની અણીએ લૂંટ કરતી ગેંગના 3 શખ્સો ઝડપાયા, કડોદરા પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત

સુરત અને તાપી જિલ્લામાં ટ્રક ચાલકોને ચપ્પુની અણીએ લૂંટ કરતી ગેંગના 3 લોકોને કડોદરા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી સુરતના કડોદરા તેમજ આજુબાજુના વિસ્તારમાં હાંહાકાર મચાવતી ટોળકી આખરે કડોદરા પોલીસની પકડમાં આવી ગઈ છે. સુરત તેમજ તાપી જિલ્લામાં અને મહારાષ્ટ્ર તરફ જતી અને હાઇવે પર ઉભેલી ટ્રકના ડ્રાઇવરોને ચપ્પુની અણીએ લૂંટી તેમજ વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરી, મોબાઈલ સ્નેચિંગ કરતી ટોળકીની બાતમીના આધારે કડોદરા પોલીસે તાતીથેયા ગામે ગોકુલધામ સોસાયટીના એક મકાનમાંથી 3 લોકોને ઝડપી લીધા છે. આ ગેંગ પાસેથી પોલીસે ચપ્પુ, પાણીની મોટર, 13 નંગ મોબાઈલ, મોટરસાયકલ મળી કુલ 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ગેંગના મુખ્ય આરોપી દિલીપ સુદામને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

Latest Stories