સુરત: ધારોસભ્યોને મતની ભીખ માંગવા ન આવવાના બેનરો લાગતા રાજકારણમાં ગરમાટો

New Update
સુરત: ધારોસભ્યોને મતની ભીખ માંગવા ન આવવાના બેનરો લાગતા રાજકારણમાં ગરમાટો

સુરત લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે સુરતના પુણા ગામ વિસ્તારના લોકોએ સાંસદો અને ધારોસભ્યોને મતની ભીખ માંગવા ન આવવાના બેનરો લાગતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

લોકસભાની ચૂંટણી ની તૈયારીઓ શરૂ થતા જ મતદારોમાં લોક પ્રતિનિધીઓ સામેનો રોષ બહાર આવી રહ્યો છે. પુણા ગામ રહિશોએ પાછલા વર્ષોમાં કોઈ પણ કામ ન કરનાર સંસદ સભ્યો અને ધારાસભ્યો સામેનો આક્રોશ બતાવતા બેનરો લગાડી ચેતવણી આપી છે. જેમાં લખ્યું છે કે, છેલ્લા ૫ વર્ષથી ગાયબ સાંસદ સભ્યો અને ધારાસભ્યોએ મતની ભીખ માગવા આવવું નહીં.

આમ છતાં ગામમાં પ્રવેશ કરશો અને કોઈ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે. બેનરમાં સ્થાનિકોએ આ મુદ્દાઓ રજૂ કર્યા છે જેમાં સાંસદ સભ્યને છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં આવ્યા નથી, સવારે પાણી આપવાની માંગનું નિરાકરણ આવ્યું નથી, શાકભાજી માર્કેટ બનાવાની માંગનું નિરાકરણ આવ્યું નથી અને પાયાની પ્રાથમિક સુવિધાઓ આપવામાં સફળ રહ્યા નથી.

Latest Stories