સુરત કોઝવે ખાતે સરેઆમ એક યુવકની કરાઇ હત્યા

New Update
સુરત કોઝવે ખાતે સરેઆમ એક યુવકની કરાઇ હત્યા

સુરતમાં દિનપ્રતિદિન હત્યાનો બનાવ બન્યો છે. જ્યારે ફરી લાલ ગેટ પોલીસ મથકના વિસ્તારમાં એક યુવાની વહેલી સવારે સરેઆમ ચપ્પુ ઘા મારી હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા છે.

સુરત લાલગેટ કોઝવે ખાતે ગજાનંદ સોસાયટીમાં વહેલી સવારે દિપક બાપુ મોરે નામ યુવક ની તિષણ હથિયાર વડે જાહેરમાં હત્યા કરવામાં આવી છે. હત્યારા હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની લાલગેટ પોલીસ ને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જયારે સુરતમાં દિનપ્રતિદિન હત્યાનો બનાવ બની રહીયો છે. પોલીસ કામગીરી સામે પ્રશ્ન ઉભા થઇ રહિયા છે.હાલ લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીનોને પકડવા કવાયત હાથ ધરી છે.

Latest Stories