સુરતમાં ફાયર વિભાગે વેસુ સ્થિત આવેલા એસ.એન.એસ. સ્કવેર કોમ્પ્લેક્સને માર્યું સીલ

New Update
સુરતમાં ફાયર વિભાગે વેસુ સ્થિત આવેલા એસ.એન.એસ. સ્કવેર કોમ્પ્લેક્સને માર્યું સીલ

સુરતમાં ફાયર વિભાગે વેસુ સ્થિત આવેલા એસ.એન.એસ. સ્કવેર કોમ્પ્લેક્સને સીલ કરી દીધું છે. અપૂરતી ફાયર સુવિધાના કારણે મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આખરે સીલ કરાયું છે.

સુરતના વેસુ સ્થિત એસ.એન.એસ.સ્કવેર કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સમાં અપૂરતી ફાયર સુવિધાના કારણે મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ કોઈ જ પગલાં ન ભરાતા આખરે ફાયર વિભાગે લાલ આંખ કરી આખું કોમ્પ્લેક્સ સીલ કરી દીધું છે. આ કોમ્પ્લેક્સમાં બે બેંકો આવેલી છે. આ બેંકોને બાદ કરી આખું કોમ્પ્લેક્સ ફાયર વિભાગે સીલ કરી દીધું છે. ઉલ્લેખનીય છે તક્ષશીલાની ઘટના બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે અને અપૂરતી ફાયર સુવિધા વાળી મિલ્કતોને સીલ કરી રહ્યા છે.

Latest Stories