સુરત : કતારગામમાં પાંચ બાળકીઓ સાથે ચોકલેટના બહાને નરાધમે કર્યા અડપલાં

New Update
સુરત : કતારગામમાં પાંચ બાળકીઓ સાથે ચોકલેટના બહાને નરાધમે કર્યા અડપલાં

સુરત શહેરના કતારગામાં વિસ્તારમાં એક વિકૃતે પાંચ બાળકીઓને મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવી શારીરિક અડપલા કરવાની ઘટના સામે આવી છે. કતારગામમાં ધનમોરા કોમ્પ્લેક્સ વિસ્તારમાં ભાડેથી આઈસ ડીશની ચાલી ચલાવતા યુવકે નાની -નાની બાળકીઓને ચોકલેટ ખવડાવવાના બહાને દુકાનમાં બોલાવીને તેમની સાથે છેડતી કરી હતી. આ નરાધમ બાળકીઓને મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલા કરતો હતો. શનિવાર મધરાત્રે સોસાયટીના લોકોએ નરાધમને પકડીને પોલીસને સોંપ્યો હતો.

કતારગામમાં નવા સ્વામિનારાયણ મંદિર સામે કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતો 40 વર્ષીય હિતેશ જયતિં ચૌહાણ ધનમોરા કોમ્પ્લેક્સ વિસ્તારમાં ભાડેથી આઈસ ગોળાની દુકાન ધરાવે છે. તે છેલ્લા 8 મહિનાથી નજીકમાં રહેતી નાની બાળકીઓ તેની દુકાને ગોળો ખરીદવા આવે એટલે તેમને ચોકલેટની લાલચ આપીને દુકાનમાં લઈ જતો હતો, ત્યાં તેમને મોબાઇલ ફોનમાં અશ્લીલ ફોટો-વીડિયો બતાવી પોતાની વિકૃતતા સંતોષતો હતો. પરંતુ માસુમ બાળકીઓને આ બાબતે કંઈ ખબર ન પડતી ન હતી. બે દિવસ પહેલા સોસાયટીના લોકોને હિતેશની આ હરકત બાબતે માહિતી મળી હતી. તેથી સોસાયટીના ઉશ્કેરાયેલા લોકોએ પોતાની રીતે તપાસ કર્યા બાદ શનિવારે મધરાત્રે હિતેશને પકડીને પોલીસને સોંપ્યો હતો. મધરાત બાદ એક બાળકીના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં હિતેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

નરાધમ હિતેશ પરણેલો છે, તેને પરિવારમાં 14 વર્ષનો એક દીકરો છે. હિતેશે પોતાના સંતાનની વયની બાળકીઓ સાથે અડપલા કરતો હતો ભોગ બનનાર 7 વર્ષની ત્રણ બાળકીઓ છે. આ ઉપરાંત એક 9 વર્ષની બાળકી અને એક 10 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. હવે વાલીઓએ આવા નરાધમોથી પોતાની બાળકીઓને બચાવવા સાવધાન રહેવું જરૂરી છે.

Latest Stories