સુરત: કતારગામમાં ઈંડાની લારી પર કામ કરતા એક યુવાન પર 7 થી 8 ઈસમો લાકડાના ફટકા વડે તુટી પડ્યા

New Update
સુરત: કતારગામમાં ઈંડાની લારી પર કામ કરતા એક યુવાન પર 7 થી 8 ઈસમો લાકડાના ફટકા વડે તુટી પડ્યા

સુરતના કતારગામમાં ઈંડાની લારી પર કામ કરતા એક યુવાન પર 7 થી 8 ઈસમો લાકડાના ફટકા વડે તુટી પડ્યા હતા 15તારીખે બનેલી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવાન પર 7 થી 8 ઈસમોએ ઢોરમાર મારવામાં આવ્યો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવાનને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યારે સમગ્ર મામલે કતારગામ પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં દિપક સોસા ઈંડાની લારી ચલાવે છે ગત 15 તારીખના રોજ અસામાજિક તત્વો સાથે શાકભાજીની લારી હટાવવા મુદ્દે ઝગડો થયો હતો જેમાં રોષે ભરાયેલાં 7 થી 8 અસામાજિક તત્વો હાથમાં બેટ અને લાકડાના ફટકા વડે ઘસી આવી તેને જાહેરમાં ઢોરમાર મારવામાં આવ્યો હતો આ ઘટના 15 તારીખના રોજ બની હતી. જેનો વીડિયો સામે આવ્યો છે વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે 7 થી 8 ઈસમો ઈંડાની લારી ચલાવતા ઇસમને ઢોરમાર મારી રહ્યા છે.

એટલું જ નહીં તેની પત્ની બચાવવા વચ્ચે પડતા તેને પણ ઢોરમાર મારવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસે 7 થી 8 ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જ્યારે ઈંડાની લારી ચલાવતા યુવાનને આંખ, કપાળ, અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલ કતારગામ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Latest Stories