/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-89.jpg)
સુરત ક્રિકેટના સટ્ટામાં બે લાખ હારી ગયેલા પાંડેસરાના માથાભારે મોન્ટુ માલિયાએ તેના બે સાગરિતો સાથે અલથાણના બિલ્ડરનું કારમાં અપહરણ કર્યુ હતું.
સુરત અલથાણ પરસોતમનગરમાં રહેતા બિલ્ડર અનિલ ચંદ્રકાંત ઠાકુરની ઓળખાણ પાંડેસરાના ભોલા સાથે થઈ હતી. ભોલાએ બિલ્ડર અનિલની પાંડેસરામાં રહેતા માથાભારે મોન્ટુ માલિયા જોડે ઓળખાણ કરાવી હતી. બિલ્ડર તેના મિત્રો સાથે ક્રિકેટનો સટ્ટો રમતા હતા. પાંડેસરાનો મોન્ટુ માલિયા બિલ્ડર પાસેથી આઈડી અને પાસવર્ડ ખરીદીને સટ્ટો રમતો હતો. જેમાં મોન્ટુ બે લાખની રકમ સટ્ટામાં હારી જતા આઈડીની લીમીટ પૂરી થઈ જતા વરાછાના મુખ્ય બુકી પંકજે તેનું ખાતુ બંધ કરી દીધું હતું.
જેથી આવેશમાં આવી ગયેલા મોન્ટુએ 9મીએ સાંજે અલથાણ ગામ પાસે પાનની દુકાન પર બિલ્ડરને બોલાવીને કારમાં અપહરણ કર્યુ હતું. કારમાં બિલ્ડર બેસાડીને મોન્ટુએ પાંચ લાખ માંગણી કરી તેને કારમાં અલથાણથી વેસુ થઈ સરસાણા-ખજોદના હાઈવે પર ફેરવ્યો હતો.
બિલ્ડરના ભાઇ આશિષે ખટોદરા પોલીસને જાણ કરી દેતા પોલીસે મોન્ટુ માલિયા અને તેના બે સાગરિતોને ભટાર પાસેથી પકડી લઈ બિલ્ડરને મુક્ત કરાવ્યો હતો. ખટોદરા પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈને મોન્ટુ માલિયા ઉર્ફ શરદ સુભાષ મહંતો(રહે,વાલકરોડ,પાંડેસરા), ચંદન સત્યવાન પુષ્ટી(રહે,મુક્તાનંદ સોસાયટી,વેસુ) અને શીબુ પટેલ (રહે,હરીઓમનગર,પાંડેસરા)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.