/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/sddefault-3.jpg)
સુરતમાં જમવા બાબતે ઝગડો થતા દારૂના નશામાં પતિએ પત્ની પર જ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો આ ઘટનામાં પત્નિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
સુરતના પાંડેસરા સ્થિત ગોલ્ડન આવાસમાં રહેતા કાલુ શેખ તેની પત્ની ખુશ્બુ અને બાળકો સાથે રહેતો હતો દરમ્યાન રાત્રીના સમયે જમવા બાબતે પત્ની સાથે કાલુ શેખનો ઝગડો થયો હતો રોષે ભરાયેલા કાલુ શેખે તેની જ પત્ની પર ચપ્પુ લઈ તૂટી પડ્યો હતો દારૂના નશામાં પોતાની જ પત્ની પર ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકતા પત્ની ખુશ્બુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને લોક ટોળું એકત્ર થઈ ગયું હતું તો બીજી તરફ બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ સહિત ઉચચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઘટના સ્થળે થી કાલુ શેખની ધરપકડ કરી હતી હાલ મરનાર ખુશ્બુની લાશને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે