/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-22.jpg)
ભાજપના સાંસદ દર્શના જરદોષ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વનિતા વિશ્રામ પાસે ભાજપની સાડી પહેરી મહિલાઓ દર્શનાબેનના સમર્થનમાં ઉમટી પડી હતી અને ફરી એક વખત મોદી સરકાર લાવવાની વાત જણાવી હતી .
વનિતા વિશ્રામ ખાતેથી ભાજપના સાંસદ દર્શના જરોદોષ આજે ફોર્મ ભરવા જવાના છે ત્યારે વનિતા વિશ્રામ પાસે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વનિતા વિશ્રામથી રેલી યોજી દર્શનાબેન પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં તેઓના સમર્થકો ઉમટી પડ્યા હતા.
જેમાં મહિલાઓ મોદીની પ્રિન્ટ વળી સાડી પહેરી દેખાઈ હતી. આ સાથે જ ઢોલ નગારા પણ આ રેલીમાં જોવા મળ્યા હતા આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા પણ દર્શનાબેન સાથે ઉપસ્થિત રહેશે મોદીની સાડી પહેરી આવેલી મહિલાઓએ ફરી એક વખત મોદી સરકાર આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને દર્શનાબેન પણ જંગી બહુમતીથી જીતશે તેવી આશા દર્શાવી હતી..