New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-271.jpg)
સુરત નગર પાલિકાએ પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા ઝોન ડાહ્યા પાર્ક નજીક આવેલી સ્કુલમાં વિદ્યાર્થિનીઓ પાસે ટોયલેટ સાફ કરાવવાના સમાચાર વહેતા થયા છે. શાળામાં પ્રાર્થના શરૂ થયા પહેલા સફાઈ કરાવવામાં આવે છે.
સુરતની મનપા સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે સફાઈ કરવવામાં આવે છે. શાળામાં સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવવામાં આવે છે. તેમ છતાં આ રીતે વિદ્યાર્થિનીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાથી વિવાદ સર્જાયો છે. સ્કુલમાં આચાર્ય કે ઉપઆચાર્ય કોઈ છે જ નહીં. આ દ્રશ્યો ત્યારે સામે આવ્યા જ્યારે વિપક્ષના સભ્ય સુરેશ સુહગીયા સ્કુલની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમણે આ દ્રશ્ય જોતા શિક્ષણ સમિતિમાં ફરિયાદ કરી છે. તેમજ આ ઘટના પાછળની જે-તે વ્યક્તિ વિરુદ્ધ કડક પગલા લેવાની માગ કરી છે.
Latest Stories