/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-19.jpg)
દીકરો ઘરનો ચિરાગ તો દીકરી પણ ઘરની લક્ષ્મી કહેવાય છે.. આજના સમયમાં દરેક ક્ષેત્રમાં દીકરી દીકરાઓથી એક કદમ આગળ છે તેમાં કોઈ બેમત નથી.. અને દીકરીને લઈને હવે લોકો જાગૃત થયા છે હીરા નગરી સુરતમાં ટ્વીન્સ(જોડીયા) દીકરીનો જન્મ થતા પરિવારે વરઘોડો કાઢી ઉજવણી કરી હતી અને દીકરીના જન્મની ખુશીથી પરિવાર ઝૂમી ઉઠ્યું હતું.
ટીવી સ્ક્રીન પર જઈ રહેલો આ વરઘોડો.. અને હરખ ખુશીમાં નાચતા આ લોકો.. આ દ્રશ્યો છે હીરા નગરી સુરત શહેરના.. આ વરઘોડો કોઈ લગ્ન કે દીક્ષા સમારોહનો નથી પરંતુ આ વરઘોડો છે બે દીકરીઓના જન્મનો... જી હા સુરતના એક પરિવારને ત્યાં બે ટ્વીન્સ દીકરીઓનો જન્મ થતા પરિવારમાં ખુશીનો કોઈ જ પાર ન રહ્યો હતો અને તેઓએ દીકરીના જન્મનો વરઘોડો કાઢી ઉજવણી કરી હતી સુરતના નાનપુરા ખાતે રહેતા આશિષ જૈન ટ્રાવેલ્સના વ્યસાય સાથે સંકળાયેલા છે તેઓના લગ્નના ૪ વર્ષ બાદ બે ટ્વીન્સ દીકરીઓનો જન્મ થયો હતો દીકરીના મામાના ધરેથી દીકરીના દાદીના ધરે લાવના હોવાથી કતારગામ ખાતેથી નાનપુરા ધર સુધી બંને દીકરીઓ લનો વરડઘોડો કાઠવામાં આવ્યો હતો વાજતે ગાજતે જૈન પરિવારના લોકો જોડાયા હતા...બગીમાં બંને નાની દીકરી દીકરીઓ લને બેસાડીને શહેરમાંથી વાજતે ગાજતે ધરે લઈ જવામાં આવી હતી..
ઉલ્લેખનીય છે કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને આ અભિયાન બાદ હવે લોકો જાગૃત થઇ રહ્યા છે દુનિયાના દરેક ક્ષેત્રમાં આજે દીકરીઓનો ડંકો વાગી રહ્યો છે દરેક ક્ષેત્રમાં પુરુષ કરતા મહિલાઓ એક કદમ આગળ છે અને હવે લોકો દીકરીઓનો જન્મ થતા જ આવી રીતે ઉજવણી પણ કરે છે તે એક ગર્વની વાત છે.