સુરત: આગામી ત્રણ દિવસ માટે અપાયું ઓરેન્જ એલર્ટ, તાપમાન ૪૪ ડિગ્રી પાર જવા સંભાવના

New Update
સુરત: આગામી ત્રણ દિવસ માટે અપાયું ઓરેન્જ એલર્ટ, તાપમાન ૪૪ ડિગ્રી પાર જવા સંભાવના

ગરમી ના પ્રકોપને લઈ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતા એ હિટવેવની આગાહી કરી છે. આજ રોજ 43 ડિગ્રી તાપમાન છે.જે 44 ડિગ્રી ને પાર કરે એવી સંભાવના છે. આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. તારીખ 28.4.19 ના રોજ 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર છે અને તારીખ 29.4.19 ના રોજ 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને તકેદારી રાખવી જરૂરી છે. પાલિકા દ્વારા લોકો ના સથવારે જાહેર સ્થળો અને બાગ બગીચા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને આગાહ કરવા BRTS બસ સ્ટેન્ડ ખાતે બેનરો અને જાહેરાતો પીવાના પાણી, ORS ની વ્યવસ્થા કરવામાં આવી છે.

Latest Stories