Connect Gujarat
ગુજરાત

સુરત : પલસાણાના મલેકપોર ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત

સુરત : પલસાણાના મલેકપોર ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત
X

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામની સીમમાં અવાર નવાર દીપડો દેખાતા ગામના લોકોએ વન

વિભાગને જાણ કરી હતી. વન વિભાગ

દ્વારા મલેકપોરની ગૌચર જમીનમાં છેલ્લા 2 દિવસથી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.

મલેકપોર ગામમાં વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં મારણની લ્હાયમાં દીપડો પાંજરે પુરાયો

હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં વન વિભાગની ટીમે દીપડાનો કબજો કર્યો હતો. પાંજરે પુરાયેલ દીપડો આશરે 3 વર્ષનો અને તબીબી ચકાસણીમાં તંદુરસ્ત

હોવાનું જણાવ્યું હતું. આ પાંજરે પુરાયેલ દીપડાને રાત્રે જંગલમાં સલામત રીતે મુક્ત કરવામાં આવશે. ગામમાં અવારનવાર આંટાફેરા કરતો

દીપડો આખરે પાંજરે પુરાઇ જતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story