/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/Final-Logo-copy-1.png)
સુરતના પાંડેસરામાં ગેરકાયદે પાણી ચોરી કરતા ટેન્કર માફિયા સામે રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. એક તરફ પાણી ચોરી ઉપરથી આ ટેન્કરોને કારણે સોસાયટીમાં ખાડા પડી જતા લોકો રોષે ભરાયા હતા અને ટેન્કરો રોકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
સુરતના પાંડેસરામાં મસમોટું પાણી ચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. ટેન્કરો દ્વારા પાણી ચોરી થઇ રહી છે. ત્યારે પાંડેસરા ભગવતી ઇન્ડસ્ટ્રીઝમાં રહીશોએ ટેન્કર રોકી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રહીશોએ જણાવ્યું હતું કે અહીં ટેન્કરોમાંથી પાણી ચોરી થઇ રહી છે. એટલું જ નહીં ભારે ટેન્કરોને કારણે અહીંના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે જેને લઈને અહીંથી પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. આ અંગે તેઓએ મનપા, પોલીસ કમિશનર તેમજ પોલીસ મથકમાં પણ ફરિયાદ કરી છે. પરંતુ ઘોર નિંદ્રામાં રહેલા તંત્રએ આજદિન સુધી કોઈ જ પગલાં ભર્યા નથી.
ઉલ્લેખનીય છે કે પાંડેસરા અને ભેસ્તાનમાં મસમોટું પાણી ચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. જેને પગલે મનપાને વર્ષે દાડે કરોડો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં ભરતા નથી તે એક મોટો સવાલ છે.