/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-158.jpg)
સુરત વડોદરા ખાતે મનપા દ્વારા પાણી વિક્રેતાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કનેક્ટ ગુજરાતની ટીમે સુરત ખાતે પાણી પુરી વિક્રેતાને ત્યાં રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.
સુરતના પાંડેસરા વિસ્તારમાં મા આવેલ લક્ષ્મીનગરમાં પણ સડેલી પાણીપુરીનું માટીરીયલ્સ જોવા મળ્યું હતું. આ સડેલા બટાકાનો જથ્થો પાણીપુરી માટે સમારાઇ રહ્યો છે. પાણીમાં ખટાશ લાવવા અનેક સામગ્રી નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે શહેરના ઉધના પાંડેસરાના ગુલશન નગર,લક્ષ્મી નગરમાં સડેલા બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી ભર્યો વિસ્તારમાં પાણીપૂરી બનાવાય છે. તપેલા માં સળેલા બટાકા બાફવામાં આવે છે. જયારે આજ બટાકા શહેરીજનો તમને હોસ્પિટલમાં પહોંચાડશે જુઓ કનેક્ટ ગુજરાત ટીમનો આ વિશેષ અહેવાલ...
જ્યારે પ્રશ્ન એવો થાય છે વરસાદ સત્ર ચાલુ હોય પાણીપુરીના વિક્રેતાઓ શહેરીજનોને સડેલા બટાકાની પાણીપુરી ખવડાવતા હોય શું..? મનપાના કર્મચારીઓને નજરે નહીં દેખાય છે. જયારે પાણીપુરી ના વિક્રેતાઓને પણ જવાબદારી બને છે કે ગ્રાહકોને સારી ક્વોલિટીની પાણીપુરી બનાવી વેચાણ કરવું જરૂરી છે. કનેક્ટ ગુજરાત ટિમ દ્વારા તંત્ર, શહેરીજનોને આ દૃશ્ય બતાવી જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે વિક્રેતાએ પણ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા ના કરે એનું ધ્યાન દોર્યું છે.