Connect Gujarat
ગુજરાત

સુરતઃ પાટીદારોની સંકલ્પયાત્રા શરૂ, ખોડલધામ જતાં પહેલાં રસ્તામાં વિવિધ કાર્યક્રમો

સુરતઃ પાટીદારોની સંકલ્પયાત્રા શરૂ, ખોડલધામ જતાં પહેલાં રસ્તામાં વિવિધ કાર્યક્રમો
X

અનામત આંદોલનને વેગવંતુ બનાવવા અને અલ્પેશ કથિરીયાની જેલમુક્તિને લઈને સુરતથી સંકલ્પયાત્રા શરૂ કરવામાં આવી.

પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર અલ્પેશ કથિરીયાને રવિવારે સુરતની લાજપોર જેલમાંથી મુક્ત કરાયો હતો. જેને એખ ઉત્સવની જેમ વધાવી લેવા પાટીદારોએ ત્રણ દિવસનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અનામત આંદોલનને વેગવંતુ બનાવવા અને અલ્પેશ કથિરીયાની જેલમુક્તિને લઈને સુરતથી સંકલ્પયાત્રા શરૂ કરવામાં આવી છે. સંકલ્પયાત્રા આજે બીજા દિવસે સરથાણા જકાતનાકાથી સૌરાષ્ટ્રના કાગવડ ખાતે જવા માટે રવાના થઈ છે. જેમાં અલ્પેશ કથિરીયાની સાથે મોટી સંખ્યામાં પાટીદારો રવાના થયા છે.

અલ્પેશની જેલમુક્તિ બાદ બીજા દિવસે એટલે કે આજો સમોવારે સરથાણા ખાતેથી સંકલ્પયાત્રા શરૂ કરવામાં આવી છે. રસ્તામાં પાટીદારોને જાગૃત કરવા ઠેર ઠેર રોકાણ કરી મંદિરોમાં દર્શન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સરથાણા જકાતનાકાથી કરજણ થઈ વડોદરા બાયપાસથી વાસદ, વાસદથી વટામણ - પીપળીથી ધંધુકા થઈ સાળંગપુર (હનુમાનજી મહારાજના દર્શાનાર્થે જશે).

ગઢડા દર્શન કરી ભોજન વિશ્રામ લેશે. ગઢડાથી ચાવંડ - બાબરા થઈ દેરડી કુંભાજી થઈ કાગવડ ખોડલધામ જશે. ખોડલધામ ખાતે સંધ્યા આરતી બાદ આરતી - ભોજન કરી રાત્રી રોકાણ કરવામાં આવશે.

સુરતથી નીકળતા અલ્પેશ કથિરીયાએ જણાવ્યું હતું કે, અનામત આંદોલનને હવે વેગવાન બનાવવાની સાથે અનામતની માંગ કરવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક લોકોના સાથ સહકાર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. આવતીકાલે હાર્દિકના ઘરે ભોજન લઈ વિશ્રામ કરી મહેસાણામાં માં ઉમાના દર્શન કરીને યાત્રાનું સમાપન કરીશું.

Next Story