Connect Gujarat
Featured

સુરત : લોકડાઉનમાં પણ કામ વગર લોકોના આંટાફેરા, ખાનગી વાહનો પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું

સુરત : લોકડાઉનમાં પણ કામ વગર લોકોના આંટાફેરા, ખાનગી વાહનો પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું
X

લોકડાઉન દરમ્યાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આસાનીથી મળી રહે છે. પરંતુ ઘણા લોકો કામ વગર ઘરની બહાર નીકળી વાહનો લઈને આંટાફેરા મારતા જોવા મળે છે, ત્યારે લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે સુરત પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.

સુરતમાં પણ અમદાવાદની જેમ તા. 14 એપ્રિલ સુધી તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શહેરના ટ્રાફિક પોઇન્ટ સહિત અનેક વિસ્તારોમાં પોલીસ આવશ્યક સેવા આપતા વાહનો અને મીડિયા સિવાયના તમામ ખાનગી વાહનો અટકાવી રહી છે, ત્યારે અનેક વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં દવાખાના, મેડિકલ સ્ટોર, ડેરી અને શાકભાજી જેવી આવશ્યકતાઓની બધી જ સુવિધા રહેઠાણના 500 મીટરના વિસ્તારમાં ઉપલબ્ધ છે. પરંતુ ઘણા લોકો વગર કામે વાહનો લઈને આંટાફેરા મારવા બહાર નીકળે છે, ત્યારે બિનજરૂરી આવનજાવન ઉપર અંકુશ મેળવવા માટે ખાનગી વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં વ્યક્તિએ પગપાડા જઈ ઘર નજીકથી આ સુવિધાનો લાભ લેવાનો રહેશે. ઉપરાંત કોઈપણ વ્યક્તિ વ્યાજબી કારણ વિના વાહન લઇને ફરતો પકડાશે તો વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Next Story