સુરતઃ એક જ દિવસમાં ત્રણ અછોડો તોડનારા બે શખ્સો સહિત એક મહિલાની ધરપકડ

સુરતઃ એક જ દિવસમાં ત્રણ અછોડો તોડનારા બે શખ્સો સહિત એક મહિલાની ધરપકડ
New Update

અઠવા પોલીસની હદમાં એક જ દિવસમાં ત્રણ અછોડા તૂટતાં પોલીસે એક્શનમાં આવી કરી ધરપકડ

સુરતનાં અઠવા પોલોસ મથકની હદ વિસ્તારમાં એક જ દિવસમાં ત્રણ વૃદ્ધાનાં ગાળામાંથી અછોડા તોડવાની ઘટના બની હતી. જેમાં પોલીસે બાતમીના આધારે 24 કલાકની અંદર જ એક મહિલા સહીત બે ચેન સ્નેચરને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

સુરતનાં અઠવા પોલીસ મથકની હદમાં એક જ દિવસમાં ત્રણ વૃદ્ધાનાં ગાળામાંથી અછોડો આંચકી ફરાર થનાર બે યુવક અને એક મહિલાને ઝડપી પડયા હતા. આ ગેન્ગનો આતંક એક જ દિવસમાં એટલો સામે આવ્યો હતો કે પોલીસની ઊંઘ હરામ કરી નાંખી હતી. આ ગેન્ગ સુરતની વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમના ગાળામાં પહેરેલા સોનાનાં ઘરેણા આંચકી ફરાર થઇ જતા હતા. પોલીસની ઊંઘ તો ત્યારે છેક હરામ થઇ કે જયારે મોપેડ પર બે યુવકો દ્વારા એક જ પોલીસ મથકનાં જુદા જુદા ત્રણ વિસ્તારમાંથી અને તે પણ ધોળે દિવસે મહિલાઓનાં ગાળામાંથી ચેન આંચકી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્રણેયની ફરિયાદમાં એક સરખો જ ઉલ્લેખ થઇ રહ્યો હતો.

પોલીસે ફરિયાદની ગંભીરતાથી તપાસ કરતા ત્રણમાંથી એક ગોપીપુરા વિસ્તારમાંથી વૃદ્ધાનાં ગાળામાંથી ચેન લૂંટાવાની જે ઘટના બની હતી. તે નજીકના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી લીધી હતી. દરમ્યાન અઠવા પોલોસનાં સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી. જેને પોલીસે સૌ પ્રથમ મોપેડ પર આવી લૂંટ ચલાવનાર સાબિર ઉર્ફે સાબિર ચડડો અને વિશાલ ઉર્ફે વિશુ ચંદન રાયને ઝડપી પાડયા હતા. જેમની વધુ પૂછ પરછ હાથ ધરાતા ચેનની લૂંટનો માલ સોની ફળિયા ખાતે રહેતી શકિરા શેખને વેચવા માટે આપતા હતા. જેથી તેમની સાથે સંડોવાયેલી મહિલા સકીરા શેખની ધરપકડ કરી હતી. લૂંટમાં વપરાયેલા મોપેડ સહીત રૂપિયા 1.30 લાખની કિંમતની લૂંટ ચલાવલ સોનાની ચેનની કબ્જે કરી વધુ તાપસ હાથ ધરી હતી.

#Bharuch #Connect Gujarat #News #video #ભરૂચ #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article