સુરત : બાબેન ગામે થયેલ રશ્મિ કટારીયાના હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન

0

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે થયેલ ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ પોલીસે ચિરાગ પટેલને સાથે રાખી આખી ઘટનાનું  રિકન્સ્ટ્રકશન કર્યું હતું.

સુરત જિલ્લામાં ચકચાર મચાવનાર રશ્મિ કટારીયા હત્યા પ્રકરણ મામલે બારડોલીના કિકવાડ નજીક ભટલાવના ચિરાગ પટેલ યુવકની પોલીસે ધરપકડ કરી છે. ગત તા. 15મીના રોજ લીવઇન રિલેશનશીપમાં રહેતા ચિરાગ પટેલે રોષે ભરાઈ રશ્મિ કટારીયાનું ગળું દબાવી હત્યા કરી તેના મૃતદેહને પોતાના સસરાના ખેતરમાં દાટી દીધો હતો. જોકે તપાસ એસ.સી.એસ.ટી સેલના ડીવાયએસપીને સોંપવામાં આવી છે, ત્યારે ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

જોકે ધરપકડ બાદ ઘટનાના એક એક અંશ સુધી પોહચવા પોલીસે મથામણ શરૂ કરી હતી. જેમાં પોલીસે હત્યારા ચિરાગ પટેલને સાથે રાખી આખી ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. જોકે મળસ્કે 4 વાગ્યે શરૂ થયેલ ઘટનાક્રમનો બપોરે 2 વાગ્યે અંત આવ્યો હતો. હત્યા બાદ ચિરાગ રશ્મિના મૃતદેહને લઈને 10 કલાક સુધી રખડ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર ઘટનામાં મૂળ વાત તો એ હતી કે, ચિરાગ પટેલને રશ્મિમાં રહેલ ગર્ભ પોતાનું ન હોવાની શંકા હતી. જોકે પોલીસે ચિરાગને લઈને ઘટના સ્થળે આખેયાખી ઘટનાની રિકન્સ્ટ્રક્સન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here