સુરતના કામરેજ પાસે સર્જાયો અકસ્માત

ખાનગી ટ્રાવેલ્સની બસની બેલગામ રફ્તાર 

માતેલા સાંઢની માફક દોડતી બસે આઠ વાહનોને લીધા અડફેટે 

અકસ્માતમાં એકનું મોત,ચાર લોકો ઈજાગ્રસ્ત 

પોલીસે કરી બસ ચાલકની ધરપકડ 

સુરતના કામરેજ ટોલ પ્લાઝા પાસેથી પસાર થતી એક ખાનગી બસની બેલગામ રફ્તારે આઠ વાહનોને અડફેટમાં લીધા હતા,અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ,જયારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સુરતમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. કામરેજ ટોલ પ્લાઝા પાસેથી પસાર થતી કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદાજામનગર થી સુરત જઈ રહી હતી.આ દરમિયાન કામરેજ ટોલ પ્લાઝા નજીક બસને  ચાલકે ગફલત ભરી રીતે હંકારી કારબાઈકરિક્ષા સહિત આઠ જેટલા વાહનોને અડફેટમાં લીધા હતા.આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કેલક્ઝરી બસ ચાલક નશાની હાલતમાં હતો. ઘટના સ્થળે હાજર લોકોએ બસ ચાલકને ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.