Connect Gujarat
ગુજરાત

સુરત : પુણા-કુંભારિયા ખાતે રઘુકુળ સેલ્યુંમ ટેક્સટાઈલ માર્કેટમાં આગ, શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

સુરત : પુણા-કુંભારિયા ખાતે રઘુકુળ સેલ્યુંમ ટેક્સટાઈલ માર્કેટમાં આગ, શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
X

સુરતના પુણા-કુંભારીયા ખાતે આવેલી રઘુકુળ સેલ્યુમ ટેક્સટાઈલ માર્કેટમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળ્વયો હતો.

સુરતના પુણા-કુંભારિયા ખાતે રઘુકુળ સેલ્યુંમ ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે જ્યાં સવારના સમયે અચાનક આગ લાગી હતી આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જોયો હતો. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતાં કહ્યું , આગ બીજા માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી આગના ધૂમાડા ફેલાઈ રહ્યાં છે. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી.આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાનું ધ્યાને આવતાં ફાયરબ્રિગેડ દ્વારા કાચ તોડી ધૂમાડાને બહાર કાઢી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો. સાથે દુકાનમાં છત પર લગાવવામાં આવેલા સિલીંગને પણ તોડીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો.

ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવતાં શહેરના તમામ ફાયરબ્રિગેડની ગાડીઓ રઘુવીર માર્કેટ ખાતે દોડી આવી હતી. ફાયરબ્રિગેડની હાઈડ્રોલિકથી લઈને તમામ પ્રકારની સુવિધા ધરાવતી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે. આગના ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં માર્કેટની આસપાસથી પસાર થતાં લોકો પણ દોડી આવ્યાં. લોકોના ટોળા ઉમટતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના ટોળાને વિખેરીને ફાયરબ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે કામગીરી કરવામાં સહકાર આપ્યો હતો.

Next Story