/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-35.jpg)
ધોળે દિવસે હત્યાસુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ પર ૬૦૦ રૂપિયાની લેતી દેતીમાં એક યુવક ની હત્યા થતા રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી.મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ વરલી ઉલ્લાના દારૂના અડ્ડાની સામે ફરીથી ખૂની ખેલ ખેલાયો છે. અને તે પણ ધોળા દિવસે.દિપક મિશ્રા નામના યુવક અને તેનો મિત્ર કાલુ રમેશ વચ્ચે વચ્ચે પૈસાની લેતી દેતી મામલે પ્લેટ ફોર્મ નમ્બર ૪ પર બોલાચાલી થઈ ઝગડો થયો હતો. ત્યારબાદ આ ઝગડો લોહિયાળ બન્યો હતો અને આવેશ માં આવેલ કાલુ રમેશએ તેના સાથી મિત્ર દિપકને લોખંડની પાઇપ વડે મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ બનાવની જાણ રેલવે પોલીસને થતા રેલવે પોલીસ સહિત ઉચાધિકારીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા.
મરનાર નામના યુવકે કાળુ પાલ નામના વ્યક્તિ પાસેથી ૬૦૦ રૂપિયા લીધા હતા પણ મરનાર યુવકે પૈસા નહિ પરત નહિ આપતા યુવકની કરપીન હત્યા કરવામાં આવી હતી .હાલ તો પોલીસ મૃતદેહ નો કબજો લઈને હત્યારા આરોપી સુધી પહોંચવાના ચક્રોગતિમાન કર્યા છે.જો કે, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જ ધોળા દિવસે થયેલી હત્યાને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.