Connect Gujarat
Featured

સુરત: રામ નવમી નિમિતે કોવીડ હોસ્પિટલમાં રામધૂનનું આયોજન; હોસ્પિટલનું વાતાવરણ બન્યું ભક્તિમય

સુરત: રામ નવમી નિમિતે કોવીડ હોસ્પિટલમાં રામધૂનનું આયોજન; હોસ્પિટલનું વાતાવરણ બન્યું ભક્તિમય
X

સુરતમાં રામ નવમી નિમિતે કોવીડ હોસ્પિટલમાં રામધૂનનું આયોજન કરાયું હતું. જેમાં દર્દીઓના પરિવારજનો પણ જોડાયા હતા અને દર્દીઓ જલ્દીથી સ્વસ્થ્ય થાય અને કોરોનાની મહામારી દુર થાય તેવી પ્રાર્થના કરાઈ હતી.

એક તરફ દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબીત થઈ રહી છે અને સાથે જ તહેવારોના રંગ પણ ફિક્કા પડી રહ્યા છે ત્યારે આજરોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ એટલે કે રામ નવમી છે, દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સાદાઈ થી રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સુરતની કોવીડ હોસ્પિટલમાં પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી.

અહી પીપીઈ કીટ પહેરી તબીબો, હોસ્પિટલના સ્ટાફે રામધૂન કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલની બહાર દર્દીઓના પરિવારજનો પણ આ રામધૂનમાં જોડાયા હતા અને સારવાર લઇ રહેલા તમામ દર્દીઓ જલ્દી સાજા થાય અને દેશ અને દુનિયામાંથી કોરોનાની મહામારી દુર થાય તેવી ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી હતી. રામધુનના આ આયોજનથી હોસ્પિટલનું વાતાવરણ પણ ભક્તિમય બની ગયું હતું.

Next Story